9 દિવસની રામધૂન, લંપી વાયરસમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ તેમજ કપડાં, મીઠાઈ, ફરસાણનું વિતરણ કરાયું મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી સેવા સમિતિ અને રામધન આશ્રમ દ્વારા હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 9 દિવસની રામધૂન રાખવામાં આવી હતી. રામધન ખાતે યોજાયેલી 9 દિવસની રામધૂનમાં અત્યાર સુધીમાં લંપી વાયરસમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ જય માતાજી ગુરુદયા સેવા સમિતિ દ્વારા રતનેશ્વરીબેનની પ્રેરણાથી તહેવારોના અનુસંધાને જરૂરિયાતમંદોને કપડાં, મીઠાઈ-ફરસાણ અને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઇ, પૂજબેન, ત્રિભોવનભાઈ, ભુદરભાઈ, દેવકરણભાઈ, કરશનભાઈ, દિલીપભાઈ, દુલર્ભજીભાઈ, મનજીભાઈ, કેશુભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.