મોરબી : આજરોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબી તાલુકાના વાઘપર ગામની પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત-ગમત સ્પર્ધા, ઈનામ વિતરણ અને દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે શિક્ષણપ્રેમી એવા વાઘપર પ્રા.શાળાના નિવૃત્ત આચાર્ય ચંદુલાલ ગોરધનભાઈ અઘારાના પુત્ર ભરતભાઈ ચંદુભાઈ અધારા દ્વારા બાળકોને અભ્યાસમાં ઉપયોગી 55' ઇંચના 4K એન્ડ્રોઇડ ટીવીની શાળાને સપ્રેમ ભેટ આપી હતી. તેમજ મગનભાઈ શીવાભાઈ બાવરવાએ વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી પીવા મળી રહે તે માટે 150 લીટર RO ફિલ્ટર પ્લાન્ટની શાળાને ભેટ આપી હતી.આ તકે સરપંચ મનસુખભાઈ લોરિયા અને શાળાના આચાર્ય અમિતભાઈ લોરિયાએ બન્ને દાતાઓનું સન્માન કરી શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો.