મોરબી : શહેરના લાયન્સનગર વિસ્તારની વિવિધ સમસ્યાઓ મુદ્દે જીગ્નેશ મેવાણી અને એમની ટીમ તથા NSUI દ્વારા નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ તમામ સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેવી બાહેંધરી નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે.મોરબી લાયન્સનગરના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. જેની જીગ્નેશ મેવાણી તથા એન.એસ.આઇ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ રજૂઆત સંદર્ભે ડોર ટુ ડોરની ગાડી નિયમિત ચાલુ કરાશે, લાઈટની ફરિયાદ આગામી શનિવાર સુધીમાં હલ થશે, ગટર ઉભરાવવાની કામગીરી ત્વરિત હાથ ધરાશે. આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરોક્ત પ્રશ્નોની સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હોવાનું નગરપાલિકા દ્વારા જણાવાયું છે.