મોરબી : મોરબી જિલ્લામાં દિવ્યાંગ બાળકોને સહાયભૂત થવા માટે એક મહત્વપૂર્ણ સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ મોરબી બીઆરસી ભવન ખાતે એલિમકો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષાના આઈડી યુનિટના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના કુલ 92 દિવ્યાંગ બાળકોને તેમના એસેસમેન્ટ મુજબ વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તમામ સ્પેશિયલ એજ્યુકેટર્સ, બાળકોના વાલીઓ, એલિમકોની ટીમ અને બી.આર.સી. કોઓર્ડિનેટરો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે, બાળકો, વાલીઓ અને સમગ્ર સ્ટાફ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કેમ્પનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.