મોરબી : મોરબીના બંધુનગર ગામે આવેલ રામજી મંદિરના ચોકમાં આગામી તા.1લી ઓકટોબરે નવરાત્રીના છઠ્ઠા નોરતે રાત્રે 9-30 કલાકે બહુચર યુવક મંડળ બંધુનગર દ્વારા ધર્માદાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક પાવાનું પતન યાની જય મહાકાળી તેમજ સામાજિક નાટક ખોરડાની ખાનદાની અને કોમિક નાટક ગંગારામનો ગોટાળો' રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી ધર્મપ્રેમી જનતાને આ નાટક નિહાળવા માટે બહુચર યુવક મંડળ બંધુનગર દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવામાં આવ્યું છે.