બાળકોને બટુક ભોજન કરાવ્યું ટંકારા : હડમતિયા કુમાર શાળાના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ બાળકોને બટુક ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ હડમતિયા ગામે હડમતિયા કુમાર શાળાના સ્થાપના દિવસ નિમિત્તે બાળકો સાથે શાળા શુશોભન,નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા તેમજ બાળકોને સ્કુલ દ્વારા બટુક ભોજન કરાવી બાળકોનો ઉત્સાહ વધારી ઉજવણી કરવામાં આવી.આ તકે હડમતિયા ગામના ઉધોગપતિ આગેવાન પંકજભાઈ રાણસરિયા,કુમાર શાળાના આચાર્ય ધાનજા નરેન્દ્રભાઈ,કન્યાશાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા અને શિક્ષકોગણે હાજરી આપી હતી.