ટંકારા : સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓરપેટ કન્યા વિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ટંકારા તાલુકાની બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં 'નારી શક્તિ પૂજન' અંતર્ગત શાળાની દીકરીઓ દ્વારા તેમની દાદીઓ અને અન્ય મહિલાઓનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી રતનબેન રતનપરા, વિદ્યાર્થિનીઓના દાદીઓ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મહિલાઓ માટે યોજાયેલી બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશનમાં જીવાણી પીનલબેન અને હેતલબેન ભાલોડીયા વિજેતા બન્યા હતા. આ ઉપરાંત બહેનોના ઉત્સાહમાં વધારો કરવા માટે લીંબુ ચમચી, સંગીત ખુરશી અને વન મિનિટ ગેમ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા બહેનોને પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના સ્ટાફગણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.#Tankara #Morbi #WomensDay #InternationalWomensDay #OrpatKanyaVidyalaya #MorbiUpdate #NariShakti #TankaraNews