ગરબા, લોકનૃત્ય, સમૂહ ગીત, રાસ સહિતની સ્પર્ધાઓ યોજાઈમોરબી : મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો રંગારંગ પ્રારંભ થયો છે. કલા મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા, લોકનૃત્ય, સમૂહ ગીત, રાસ, દુહા-છંદ- ચોપાઈ, સુગમ સંગીત સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી._______________________________ગરબા સ્પર્ધામાં રંગીલુ હળવદ ટીમે મેળવ્યો પ્રથમ નંબરમોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 5-1-2024ના વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ ખાતે યોજાયો હતો. મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 21 થી 59 એજ ગ્રુપમાં ગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય અને શહેરની વિવિધ પ્રાથમિક શાળામાં નોકરી કરતા અને અન્ય ગૃહિણી 15 બહેનો દ્વારા બનાવેલ 'રંગીલુ હળવદ' ટીમે ભાગ લીધો હતો. આ દરમ્યાન મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી કુલ ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં હળવદની રંગીલુ હળવદની મહિલા ટીમ પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. વિજેતા ટીમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી._______________________________ઓર્ગન સ્પર્ધામાં રાજવીબા રાણાનો દ્વિતીય નંબરરમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી સંચાલીત જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન શ્રી જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. આ ખેલ મહાકુંભમાં વિવિધ પ્રકારની કેટેગરીમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઓર્ગન સ્પર્ધામાં રાજવીબા દિવ્યરાજસિંહ રાણા એ સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે_______________________________સાર્થક વિદ્યામંદિરનો કલા મહાકુંભમાં 8 સ્પર્ધામાં વિજય ડંકોમોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ વિવિધ 8 સ્પર્ધામાં જિલ્લા કાએ વિજય મેળવ્યો છે. જેથી સાર્થક વિદ્યામંદિરની 8 કૃતિઓ પ્રદેશ કક્ષાએ જશે. સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ગરબા સ્પર્ધા ( 15 થી 20 વર્ષ )માં પ્રથમ નંબર, લોકનૃત્ય સ્પર્ધા ( 15 થી 20 વર્ષ )માં પ્રથમ નંબર, સ્કૂલ બેન્ડ સ્પર્ધા ( 6 થી 14 વર્ષ )માં પ્રથમ નંબર, રાસ સ્પર્ધા ( 6 થી 14 વર્ષ)માં પ્રથમ નંબર, સમૂહગીત સ્પર્ધા ( 15 થી 20 વર્ષ )માં પ્રથમ નંબર, દુહા-છંદ- ચોપાઈ સ્પર્ધા ( 6 થી 14 વર્ષ )માં પ્રથમ નંબર, સુગમસંગીત સ્પર્ધા ( 6 થી 14 વર્ષ )માં પ્રથમ નંબર, લોકનૃત્ય સ્પર્ધા ( 6 થી 14 વર્ષ )માં દ્વિતીય નંબર મેળવ્યો છે._______________________________ટંકારાની નાના રામપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભરતનાટ્યમ અને લગ્નગીત સ્પર્ધામાં ઝળક્યાવાંકાનેર ખાતે યોજાયેલી મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારાની નાના રામપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ભવ્યાબેન ધરજીયાએ ભરતનાટયમ્ સ્પર્ધામાં દ્વિતિય સ્થાન મેળવ્યું છે તથા લગ્નગીત સ્પર્ધામાં રાધિકા ગોવિંદભાઈ રાણવાએ સમગ્ર જિલ્લામાં દ્વિતિય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે._______________________________સુગમ સંગીત સ્પર્ધામાં પૂર્વ ઉદાસી ત્રીજા નંબરે મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભના સુગમ સંગીત સ્પર્ધામાં 6થી 14 વર્ષની ઉંમરના વિભાગમાં પૂર્વ પ્રિયંકભાઈ ઉદાસીએ ત્રીજા નંબરે આવીને મોરબીનું અને તેના પરિવારનું નામ રોશન કરતા તેના ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.