મોરબી : મોરબી જિલ્લાના ઘીયાવડ પ્રાથમિક શાળામાં ગણેશોત્સવ, જન્માષ્ટમી અને રક્ષાબંધન નિમિત્તે અનુક્રમે ઓનલાઈન માટીના ગણેશજી તૈયાર કરવાની સ્પર્ધા, ઓનલાઈન કૃષ્ણ ચિત્ર સ્પર્ધા અને ઓનલાઈન રાખડી સ્પર્ધા યોજવામાં આવી હતી. હાલ કોરોના મહામારીમાં ધોરણ - 1થી 5ના બાળકો માટે શાળા બંધ છે. ત્યારે ઘીયાવડ પ્રાથમિક શાળામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ શાળા સાથે સંકળાયેલાં રહે અને સહભ્યાસીક પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી વિકાસ ચાલુ રહે તે હેતુથી ગણેશોત્સવ નિમિતે હોમ લર્નિંગ અન્વયે CRC કો-ઓર્ડીનેટર ઇર્ષાદભાઈ શેરસિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ - 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ઇકો ફ્રેંડલી માટીના ગણેશજી તૈયાર કરવાની સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શિક્ષક નમ્રતાબા અને વિરેન્દ્રસિંહ તરફથી ઇનામ આપવામાં આવશે. સ્પર્ધાને સફળ બનાવવા શિક્ષક કવિતાબેન, નમ્રતાબા અને દિનેશભાઇ એ જહેમત ઉઠાવી હતી. આ સાથે શાળામાં ધોરણ - 1થી 5 માટે હોમ લર્નિંગની પ્રવૃત્તિઓ અને ધોરણ - 6થી 8 માટે પ્રત્યક્ષ પ્રવૃતિલક્ષી શિક્ષણ પણ કાર્યરત છે. ગત પખવાડિયામાં ધોરણ 1થી 8 ઓનલાઈન કૃષ્ણ ચિત્ર સ્પર્ધા અને ઓનલાઈન રાખડી સ્પર્ધાનું પણ આયોજન કરાયેલ હતું અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શિક્ષક વિરેન્દ્રસિંહ અને નમ્રતાબા તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. આમ,'શાળા બંધ છે પણ શિક્ષણ નહીં' તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..