મોરબી: મોરબી ITI ખાતે ખેલે તે ખીલેના હેતુ સાથે ‘’રમતોત્સવ’’ (સ્પોર્ટ્સ-વીક)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ અંતર્ગત ક્રિકેટ, વોલીબોલ, કેરમ, ચેસ અન્ય એથ્લેટિક રમતોની હરીફાઈ યોજાઇ હતી. જેના વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ આજ રોજ યોજાયો હતો. આ રમતોત્સવ દરમ્યાન વિવિધ રમતની વિજેતા અને રનર્સ-અપ ટીમોને ટ્રોફી અને શિલ્ડ તથા મેડલ એનાયતનું વિતરણ આઈ.એમ સી ઓફ આઈ.ટી.આઈ મોરબીના વાઇસ ચેરમેન અમિતભાઇ કાસુંદ્રા, પ્રિન્સિપાલ અને સેક્રેટરી માયાબેન એલ.પટેલ તથા સ્પોન્સર Passero Vitrifiedના ડાયરેક્ટર વિશાલભાઈ બારૈયા અને અલ્પેશભાઇ બારૈયાના વરદ હસ્તે કરી તાલીમાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આયોજન અધ્યાપક ગણ હળવદિયા સાહેબ, શ્રીધાંજા, ચિકાની મેડમ, પડસુંબિયા મેડમ, ગામી મેડમ અને બધા સ્ટાફ ગણના સહકારથી કરવામાં આવ્યું હતું જેમાં તમામ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ધ્રાંગધ્રા ITIના આચાર્ય પરમાર સાહેબે હાજરી આપીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.