વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી અને વરિયા વુમન્સ ગ્રુપ આયોજિત સ્પર્ધાઓમાં 100થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગમોરબી : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી અને વરિયા વુમન્સ ગ્રુપ મોરબી દ્વારા ગત 9 જૂનના રોજ જીલ્લા સેવા સદન પાસે આવેલી વરિયા પ્રજાપતિ બોર્ડિંગ મુકામે વેકેશનનો ગાળાનો સદુપયોગ થાય અને વિદ્યાર્થીઓ અને મહિલાઓમાં રહેલી વિશેષ્ટ પ્રતિભાઓ બહાર આવે અને એમને પ્રોત્સાહન અને યોગ્ય સ્ટેજ મળે એવા શુભ હેતુ થકી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.5 વર્ષના બાળકોથી લઈને 35 વર્ષ સુધીના યુવક યુવતિઓ અને મહિલાઓ માટે ચિત્ર, મહેંદી, સુલેખન, વેસ્ટમાંથી બેસ્ટ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ સ્પર્ધાકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની કૃતિઓ રજુ કરી હતી આ સ્પર્ધામાં મોરબીના તટસ્થ નિર્ણાયકો નીરવભાઈ માનસેતા, જનાર્દનભાઈ દવે, કમલેશભાઈ પ્રજાપતિ, મયુરીબેન કોટેચા, સોનલબેન શાહ, દેવાંશીબેન પરમાર, મુક્તાબેન પટેલ સેવા આપેલ સ્પર્ધામાં ભાગ લીધેલા તમામ સ્પર્ધાકોને વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી અને વરિયા વુમન્સ ગ્રુપ દ્વારા સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ઇનામો આપીને સન્માનિત કરાયા હતા.