મોરબીઃ મોરબીના રવાપર નજીક બનેલી દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે દુષ્કર્મ કેસના આરોપીઓને કડક સજા આપવા માટે મોરબી-માળીયા-ટંકારા તાલુકા વણકર સમાજ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે. મોરબીના રવાપર નજીક રાત્રી સફાઈ કરતાં એક આધેડ વયના સફાઈ કર્મચારી મહિલાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતાં જ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે મોરબી-માળીયા-ટંકારા તાલુકા વણકર સમાજ સેવા સમિતિએ આરોપીઓને કડકમાં કડક સજા આપવા માંગ કરી છે. સાથે જ જરૂર પડ્યે ફાસ્ટટ્રેક કોર્ટમાં જવા માટેની પણ તૈયારી દર્શાવી છે.