વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા નામલબેન પ્રભુભાઈ ચાવડા ઉ.70 નામના વૃધ્ધાને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.