મારામારીના બનાવમાં બન્ને પક્ષે નાના મોટી ઇજાઓ પહોંચીવાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની ધમચીયું સીમમાં વાડીમાં ઢોર ઘુસી જતા વાડી માલિક અને પશુ પાલક પરિવાર વચ્ચે ધમાલ સાથે બઘડાટી બોલી જતા બન્ને પક્ષે મારામારી થઈ હતી અને નાના મોટી ઇજાઓ થતા સામસામી ફરિયાદ નોંધાઇ હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામે ધમાંચીયુ સીમમા વાડી ધરાવતા અલાવદિનભાઇ મહમદભાઈ ખોરજીયાએ આરોપી અલી રફીકભાઈ, અફઝલ દાઉદભાઈ, સોયબ રફીક, મેમુબેનના દીકરા રફીક, મરીયમબેન સંધી, તેમની દીકરી નસીમ અને રીક્ષા ચાલક અલી ઉર્ફે અમન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓના પશુ ફરિયાદીની વાડીમાં ઘુસી જતા તેમના પત્નીએ વાડીમાં કેમ પશુ આવવા દો છો ? જેથી આરોપીઓને સારું નહિ લાગતા લાકડી, પાઇપ વડે હુમલો કરી સાહેદ સાલેહને ફ્રેક્ચર કરી નાખી રોશનબેન તથા ઇબ્રાહિમભાઈને હાથ પગમાં ઇજાઓ પહોચાડી હતી.જ્યારે સામાપક્ષે મરિયમ ઉર્ફે મમુબેન હબીબભાઈ વિકિયાણીએ આરોપી અલાવદીનભાઈ, તમના પત્ની રોશનબેન, ઇબ્રાહિમ મહમદભાઈ, રિઝવાનાબેન તથા સાલેહભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીની વાડીમાં પશુઓ જતા આરોપીઓએ ધોકા વડે માર મારતા સાહેદ અલીભાઈને તેમજ અમનભાઈને માથામાં ઇજાઓ થઈ હતી અને ફરિયાદીને મૂંઢ માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.