ચુલી પાસે બન્યો બનાવ : ટ્રેનના આગળના ભાગે નુકસાની, ટ્રેન થોડી મોડી પડીહળવદ : હળવદ પાસે વંદે મેટ્રો ટ્રેનનો ગાય સાથે અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. ટ્રેનના આગળના ભાગે થોડી નુકસાની થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં જ શરૂ થયેલ વંદે મેટ્રો ટ્રેન જે ભુજ-અમદાવાદ વચ્ચે દોડી રહી છે. આ ટ્રેન આજે સાંજે અમદાવાદથી નીકળી ધ્રાંગધ્રા પહોંચી હતી. જ્યાંથી હળવદ આવવા નીકળી ત્યારે વચ્ચે ચુલી પાસે તેની સાથે ગાયની ટક્કર થઈ હતી. જેના કારણે ટ્રેનના આગળના ભાગનું પતરું તૂટી ગયું હતું. આ બનાવને પગલે ટ્રેન થોડી મોડી પડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.