મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. લમ્પી વાયરસ સામે રક્ષણ માટે ગાયોને રોટલીમાં દેશીદવાનો પાવડર નાખી ખવડાવતા યુવાનો મોરબી : નીચીમાંડલ ગામના લીમડા ગ્રુપ દ્વારા લમ્પી વાયરસથી ગૌવંશને બચાવવા સરાહનીય કાર્ય હાથ ધરાયું છે. સેવાભાવી ગ્રુપ દ્વારા ગાયોને રોટલીમાં દેશીદવાનો પાવડર નાખીને ખવડાવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ વાયરસથી મોટી સંખ્યામાં ગાયો મોતને ભેટી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના નીચીમાંડલ ગામનું લીમડા ગ્રુપ ગૌવંશને લંપી વાયરસથી બચાવવા માટે ઉમદા કાર્ય કરી રહ્યું છે. આ માટે ગાયોને દેશીદવાનો પાવડર બનાવી રોટલીમાં નાખી ખવડાવવામાં આવે છે. રખડતા ગૌવંશને લંપી વાયરસથી બચાવવાનું સરાનીય કાર્ય લીમડા ગ્રુપના નવયુવાનો કરી રહ્યા છે. આ સેવાકીય કાર્યમાં નીચીમાંડલ ગામના સરપંચ પ્રદ્યુમનભાઈ ઘનશ્યામભાઈ કુંડારીયા અને તેના સાથે મિત્રો જોડાયા છે.