મોરબી: મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન ચરિત્રને પ્રકટ કરતા વિશ્વના પ્રથમ મહાકાવ્ય 'રામાયણ'ની રચના કરનાર, વેદોના જ્ઞાતા અને આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા આદિકવિ શ્રી વાલ્મીકિ ઋષિના પ્રાગટ્ય દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહર્ષિ વાલ્મીકિજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને વંદન કરવામાં આવ્યા હતા. ઉજવણીના ભાગરૂપે, સમાજની સેવા કરતા તમામ સફાઈકર્મીઓનું મોં મીઠું કરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારી સહિતના મહાનુભાવો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.