ટંકારા: ટંકારા મામલતદર કચેરીના કર્મચારીઓની બદલી થતા વકીલ મંડળ દ્વારા વિદાયમાન આપી ભુતકાળની કામગીરીને બિરદાવાઈ હતી. રેવન્યુ નાયબ મામલતદાર એમ.જે. પટેલ, હિસાબી ક્લાર્ક હર્ષ સુદાણી અને જમન ક્લાર્ક મુકેશ ચૌહાણની ખાતાકીય બદલી થતાં ટંકારા મામલતદાર કચેરી ખાતે આજે બાર એસોસિએશનના નવનિયુકત પ્રમુખ અને તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય અલ્પેશ સી. દલસાણીયા, એડવોકેટ પિયુષ ભટાસણા, રવિભાઈ, અરવિંદ એમ. છત્રોલા, બી.વી. હાલા, પરેશ ટી. ઉજરીયા, હિતેશ ભોરણીયા, નિલેશ ભાગિયા અને કાનજી દેવડા સહિતના ધારાશાસ્ત્રીઓએ બદલી પામેલા કર્મચારીની કામગીરીને બિરદાવી સન્માનિત કર્યા હતા. હાજર ન રહી શકનાર કાયદાના તજજ્ઞોએ શુભેચ્છા સંદેશ થકી લાગણી વ્યક્ત કરી હતી.