વાંકાનેર : ગણેશ ઉત્સવ નિમિતે વાંકાનેરમાં શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ ગણાતા 'માર્કેટ ચોક કા રાજા' ની દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના હૃદય સમાં માર્કેટ ચોકમાં આવેલ ટાઉનહોલ ખાતે વિશાળ પટાંગણમાં જીતુભાઇ સોમાણી દ્વારા સ્થાપના કરવામાં આવી છે.તેમજ શુક્રવારે આઠમા દિવસે અહીં માર્કેટ ચોક ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાઆરતીમાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને દુંદાળા દેવ ગણપતીની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. [gallery ids='9952,9954,9955,9956,9957,9958']