મોરબી : વડવાળા મંદિર - દુધરેજ ધામના ગાદીપતી મહંત પૂ. કનીરામદાસજી બાપુ તા.૧૨ને શુક્રવારના રોજ સેવકોના ઘેર ઘેર પાવન પધરામણી કરવા ગોકુળનગર મુકામે પધારી રહ્યા છે. ત્યારે સાંજે ૦૬:૦૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત ગોકુળનગર રબારી નેસડા તરફથી મચ્છુ/કાઠા આજીકાઠા હાલારના રબારીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.