મોરબી : સિનિયર સીટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા વડિલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 70 વરસ પસાર કરેલ કુલ ત્રીસ સુપર સિનિયર સીટીઝન મેમ્બરનું પ્રમુખ ડો. લહેરુ અને ફાઉન્ડેશનના કારોબારી સદસ્યો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં વકીલ ઓઝા,યોગેશ આડેસરા, ડો. ભાલોડિયા, નારણબાપા ભાડજા, ભાગિયા, લેખાબેન ટાંક વગેરેએ મનનીય વક્તવ્યો આપ્યા હતા. ડો. લહેરુ સુચારુ પ્રવાસ આયોજના અને પોતાના વિદેશપ્રવાસનાં સ્મરણો રજૂ કર્યા હતા. ભોજનસમારંભ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડો. ભાવેશ જેતપરિયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચડાસણિયાસાહેબ, નરેન્દ્ર મહેતા, સવજીભાઈ અઘારા, પ્રિ. કુંડારિયા અને અન્ય કમિટી સદસ્યોએ જહેમત લીધી હતી.