દરેક સ્થળોએ 100 લોકોને વેકસીન અપાશે બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાનો સમય રાખવા અપીલ મોરબી : મોરબી જિલ્લામાં હાલ વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં 45 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લકક માટે પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેકસીનેશનની આ કામગીરી આવતીકાલે રવિવારે પણ ચાલુ રહેવાની છે. મોરબી તાલુકામાં સિવિલ હોસ્પિટલ- મોરબી, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર, સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ, સબ સેન્ટર રવાપર ખાતે વેકસીનેશન ચાલશે. વાંકાનેર તાલુકામાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ- વાંકાનેર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી જ્યારે હળવદ તાલુકામાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ- હળવદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટિકર, ટંકારા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર -ટંકારા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડમાં વેકસીનેશન હાથ ધરાશે. આમ જિલ્લાના 15 સ્થળોએ કોરોના રસીકરણની કામગીરી ચાલશે. દરેક સ્થળોએ 100-100 લાભાર્થીઓને વેકસીન આપવામાં આવશે. તથા કોવિશિલ્ડ વેકસીનના બીજા ડોઝના લાભાર્થીઓએ બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાના સમયગાળાની નવી ગાઈડલાઈન અનુસરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે. એમ.કતીરા તેમજ જિલ્લા આર.સી. એચ. અધિકારી ડો. વિપુલ કારોલીયાએ અપીલ કરી છે.