મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે 163 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે તંત્ર દ્વારા 24 હજારથી વધુ ડોઝનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનેશનની મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આવતીકાલે શુક્રવારે પણ 163 સ્થળો ઉપર કોરોના વેકસીનના કેમ્પો યોજાનાર છે. આ કેમ્પો ઉપર કોવિશિલ્ડના 20,950 અને કોવેકસીનના 3700 મળી કુલ 24650 ડોઝ ઉપલબ્ધ રાખવામાં આવનાર છે. આ કેમ્પનો લાભ લેવા જિલ્લાના નાગરિકોને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.