આવતીકાલે જિલ્લાના 45 સ્થળોએ વેકસીનેશનનું આયોજન મોરબી : મોરબી જિલ્લામાં ફરી ડોઝ થોડા ઘટાડી દેવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ ડોઝ એકદમ વધુ હોવાથી હાઈએસ્ટ 12 હજારથી વધુ લોકોનું વેકસીનેશન થયું હતું. પરંતુ ફરી ડોઝ ઘટાડી દેવાતા 12 હજારથી આજે અડધો-અડધ વેકસીનેશન ઘટ્યું છે. મોરબી જિલ્લામાં ઓછા ડોઝને કારણે અગાઉ 50 થી વધુ સ્થળોને ઘટાડી દેવાતા હવે વેકસીનેશન માટે 45 સ્થળોને નિર્ધારિત કરવામાં આવ્યા છે. આજે મોરબી જિલ્લામાં 45 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પલ્સમાં 1503 અને 18 પલ્સમાં 4490 અને ખાનગીમાં 12 મળીને આજે કુલ 6005 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આવતીકાલે પણ ઓછા ડોઝ હોવાના કારણે મોરબી જિલ્લામાં 45 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના સૌથી વધુ 17 સ્થળો, ટંકારા તાલુકાના 5 સ્થળો, વાંકાનેર તાલુકાના 11 સ્થળો, માળીયા તાલુકાના 3 સ્થળો, હળવદ તાલુકાના 9 સ્થળોનો સમાવેશ થાય છે. એકંદરે હવે વેકસીનેશનના સ્થળોએ થોડી ભીડ ઘટી હોવાનું જોવા મળે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..