હવેથી 60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે, મોરબી :મોરબી જિલ્લાનાં ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકો ને કોરોના વેકસીન આપવામાં આવશે. જેમાં આવતીકાલ તા. ૧૬થી કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવાની શરૂઆત થશે. હાલ જિલ્લામાં આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા આયોજન છે.જેમાં મોરબી તાલુકામાં 17946, ટંકારમાં 5257, માળીયા મી. માં 3111, વાંકાનેરમાં 9992, હળવદમાં 6264 વિદ્યાર્થીઓને જે તે શાળામાંજ રસીકરણ કરાશે. તેમજ હવે 60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે, કોરોનાથી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખુબજ અગત્યનું છે. સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય, તેના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આવતીકાલે તા. ૧૬થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોવિક્સ) આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને શાળામાં અભ્યાસ કરતા મોરબી તાલુકામાં કુલ ૧૭૯૪૬ માળીયા તાલુકામાં ૩૧૧૧, વાંકાનેર તાલુકામાં ૯૯૯૨, ટંકારા તાલુકામાં ૫૨૫૭, તથા હળવદ તાલુકામાં ૬૨૪, આમ જીલ્લાના આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટે મોરબી જિલ્લામાં આયોજન કરેલ છે. જે સ્કુલોમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો અભ્યાસ કરે છે તે દરેક સ્કુલોમાં જ રસીકરણ સેશન નું આર કરી રસીકરણ કરવામાં આવશે. કોરોના રસીકરણ માટે વિધાર્થી/વિધાર્થીનીઓ ઓનલાઈન એપોઈટમેન્ટ અથવા સ્થળ પર ઓનસાઈટ રજીસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકશે. શાળામાં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૨ થી ૧૪ વર્ષના બાળકો નજીકની શાળા કે આરોગ્ય સંસ્થાના કોર્બીવેક્સ રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે. તેમજ અગાઉ ૬૦ વર્ષ થી વધુ વયના કોમોર્બીડીટી ધરાવતા નાગરીકોનેજ પ્રીકોશન ડોઝ આપવામાં આવતો હતો તારીખ ૧૬,માર્ચ ૨૦૨૨ થી ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. તો ૧૬,માર્ચ-૨૦૨૨થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા વિધાર્થી/વિધાર્થીનીઓ પોતાની સ્કુલમાં કોરોના રસીકરણ સૈસનના સમયે હાજર રહેવા અને કોરોના રસીકરણ કરાવી કોરોના સામે રક્ષણ મેળવવા મોરબી જીલ્લાના તમામ વિધાર્થી વિધાર્થીનીઓ તેમજ તમામ જાગૃત વાલીઓને હીરાભાઈ ટમારિયા ચેરમેન આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત મોરબી તથા ડો. જે.એમ.કતીરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી તેમજ ડો વિપુલ કારોલીયા જિલ્લા આર.સી.એચ. અધીકારી જિલ્લા પંચાયત મોરબી અપીલ કરે છે.