આવતીકાલે બુધવારે જિલ્લાના 127 સ્થળે વેકસીનેશન હાથ ધરાશે મોરબી : સમગ્ર દેશની સાથે મોરબી જિલ્લામાં પણ 15થી18 વર્ષના તરુણોનું વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે મોરબી જિલ્લામાં 10459 વિદ્યાર્થીઓ સહિત 13219 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આવતીકાલ બુધવારે જિલ્લાના 127 સ્થળે વેકસીનેશન હાથ ધરાશે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે હવે 15થી18 વર્ષના તરુણોનું વેકસીનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આથી આજે મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી કરવામાં આવી હતી. તેમાં કુલ 13219 લોકોનું વેકસીનેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 15થી 18 વર્ષના 10459 તરુણોનો સમાવેશ થાય છે.જ્યારે આવતીકાલે બુધવારે મોરબી જિલ્લાના 127 સ્થળે વેકસીનેશન હાથ ધરાશે. જે માટે 13600 કોવીશિલ્ડ અને 1100 કોવેકસીનના ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે.