મોરબી જિલ્લામાં કાલે 50 સ્થળોએ વેકસીનેશન, 10180 ડોઝ ફાળવાયા ગઈકાલની સરખામણીમાં આજે ડબલ વેકસીનેશન થયું મોરબી : મોરબી જિલ્લામાં આજ વેકસીનેશન માટે વધુ ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે 10 હજાર જેટલા ડોઝ હતા. જ્યારે એનાથી વધીને આજના વેકસીનેશન માટે 12 હજાર જેટલા ડોઝ ફાળવતાં મોરબી જિલ્લામાં અત્યાર સુધીમા સૌથી વધુ 64 સ્થળોએ વેકસીનેશન શક્ય બન્યું હતું અને અત્યાર સુધી સૌથી વધુ 12,475 લોકોનું વેકસીનેશન થયું હતું. મોરબી જિલ્લામાં આજે 64 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 હજાર જેટલા ડોઝ ફાળવાયા હતા. આથી આજે મોરબી જિલ્લાના 64 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરાતાં દિવસના અંતે 45 પલ્સમાં 3988, 18 પલ્સમાં 8460 અને ખાનગીમાં 27 મળી કુલ 12475 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. આજે સૌથી વધુ ડોઝ હતા એટલે સ્થળો પણ વધારી દેવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના મોરબીને બાદ કરતાં અન્ય તાલુકામાં પણ સ્થળો વધારી દેતા રોજબરોજની હાડમારીથી થોડી રાહત થઈ હતી. જો કે વેકસીનેશન માટે લોકોનો ઉત્સાહ એટલો છે કે હજુ સુધી વેકસીનેશનના સ્થળોએ ભીડ ઘટાવાનું નામ લેતી નથી. આજે પણ મોટાભાગના વેકસીનેશનના સ્થળોએ લોકોની લાઈનો જોવા મળી હતી. મોરબી જિલ્લામાં આવતીકાલે 50 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી તાલુકામાં સૌથી વધુ 20, ટંકારામાં 8, વાંકાનેરમાં 10, માળીયામાં 3, હળવદમાં 9 સ્થળોનો સમાવેશ થાય છે. આવતીકાલે વેકસીનેશન માટે કોવીસીલ્ડ 5410 અને કોવેકસીન 4770 મળી ટોટલ 10,180 ડોઝ ફાળવાયા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..