જિલ્લામાં આજે 4909 લોકોને વેકસીન અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે રવિવારે માત્ર 10 સ્થળો ઉપર વેકસીનેશન કેમ્પ યોજવામાં આવનાર છે. જેના માટે 580 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ કેમ્પમાં બાકી હોય તેવા નાગરિકોને વેકસીન લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરીને તેજ બનાવવામાં આવ્યા બાદ ફરી બ્રેક લાગી છે. આવતીકાલે રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા 10 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે 580 ડોઝ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ આજે જિલ્લામાં 45થી વધુ ઉપરના 1105 લોકો, 18થી 44 વયના 3795 લોકો તથા ખાનગી હોસ્પિટલમાં 9 લોકોને મળી કુલ 4909 લોકોને વેકસીન આપવામાં આવી હતી.