મોરબી : મોરબી સબ જેલનાં અધિક્ષક એલ.વી.પરમાર તથા જનરલ સુબેદાર ઍ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર -લીલાપર રોડના ડો.અમીતભાઈ ઘેલાણી તથા તેઓની ટીમ દ્વારા ૧૮ થી ૪૪ વર્ષના નવા દાખલ થયેલા ૩૯ કેદીઓ તેમજ ૪૪ વર્ષથી ઉપરના ૬ કેદીને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ સાથે જેલ સ્ટાફ ક્વાટર્સમાં રહેતા ફેમિલી મેમ્બર્સને પણ કોરોના વેક્સીનનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો હતો.