મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા મહેન્દ્રનગર ગામ ખાતે પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા , મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા , ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા , જયંતીભાઈ શેરસીયા , રાકેશ કાવર , રસીલાબેન સીપરા , મનસુખભાઇ આદ્રોજા , કેશુભાઈ કલોલા , મનોજ કાવર , રાજેશ શેરસીયા , રાજાભાઈ મનજીભાઈ પરમારની ઉપસ્થિતિ રહી હતી. આ સાથે આરોગ્ય અધિકારી ડો. કતીરા, ડો. નિકુંજ સબાપરા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં 250થી વધુ લોકોને આરોગ્ય કર્મી પૂનમબેન ડાંગર, વર્ષાબેન મહિડા, રવિ દેગામા, કરણ કુબાવતે સુરક્ષિત રીતે રસી આપી હતી. ગ્રામજનોએ પણ ભારે ઉત્સાહ દાખવી આ કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.