પ્રભારી મંત્રી તેમજ કલેકટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં જોડાયા મોરબી : ભારત દેશમાં આજે રસીકરણ ઝુંબેશમાં નવો આયામ રચાયો છે. દેશમાં રસિકરણનો આંકડો 100 કરોડે પહોંચ્યો છે. જેની મોરબીમાં ઉજવણી કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી અને અધિકારીઓએ મળીને કોરોના વેકસીન આપનાર તબીબ અને સ્ટાફનું સન્માન કરી આ ક્ષણને વધાવી હતી. ભારતમાં 100 કરોડ રસીના ડોઝ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી છે. મોરબીમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આજે પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, કલેકટર જે.બી. પટેલ, એસપી એસ.આર. ઓડેદરા, ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા સહિતનાએ વેકસીન આપનાર ડો. વિપુલ કારોલીયા અને તમામ સ્ટાફનું સન્માન કર્યું હતું.