આજે જિલ્લામાં 35 સ્થળોએ કુલ 4259 લોકોનું વેકસીનેશન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં આજથી ફરી વેકસીનેશનની ગાડી પાટે ચઢી છે. પણ વેકસીનેશનનો ડોઝ ઓછો ફાળવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. જેમાં આજે 3500 ડોઝ ફાળવતા 35 સ્થળે જ વેકસીનેશન શક્ય બન્યું હતું. અનેક ઠેકાણે વેકસીનેશન વગર લોકો ઘરે પરત ફર્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે આવતીકાલે ફરી 35 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની સૂચનાને પગલે મોરબી જિલ્લામાં બે દિવસ સુધી વેકસીનેશનની કામગીરી બંધ રહી હતી ત્યારે આજથી ફરીથી મોરબી જિલ્લામાં વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું હતું. પણ વેકસીનનો જથ્થો ઓછા ફાળવવાની રામાંયણ યથાવત રહી હતી. જેમાં આજ માટે સરકાર દ્વારા માત્ર 3500 ડોઝ ફાળવી દેવામાં આવ્યો હતો અને જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશન માટે 100-100 નો ડોઝ ફાળવ્યો હતો. એક સ્થળે 100 ડોઝ સામે વેકસીન લેનારાની સંખ્યા મોટી હતી. આથી ડોઝ ઓછા હોવાના કારણે વારો ન આવ્યો હોવાનો લોકોમાં કકળાટ જોવા મળ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે શનિવારે જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જેમાં 45 વર્ષથી ઉપરમાં 1468, 18 વર્ષથી ઉપરમાં 2689 અને ખાનગીમાં 112 મળીને કુલ 4269 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જો કે વેકસીનેશનનો ડોઝ હજુ પણ ઓછા ફાળવતાં આવતીકાલે વેકસીનેશન માટે મોરબીના 35 સ્થળોને યથાવત રાખવામાં આવ્યા છે. અને આવતીકાલે મોરબી જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશનની કામગીરી કરવામાં આવશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..