જેલના કુલ ૧૧૭ બંદિવાનોને વેકસીન અપાઈ મોરબી : મોરબી સબજેલમાં આજે વેકસીનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં સબ જેલના કુલ ૧૧૭ બંદિવાનોને વેકસીન આપવામાં આવી હતી. લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના પેરા મેડિકલ સ્ટાફ તેમજ મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તથા જેલના કર્મચારીઓ દ્રારા વિશ્વસ્તરે ફેલાયેલા કોવીડ-૧૯ મહામારી વાયરસના સાવચેતીના ભાગરૂપે કોરોના અંર્તગત મોરબી સબજેલના કેદીઓને આજે તા.૨૩ ના રોજ વેકસીન આપવામાં આવી હતી. જેમા કાચા કામના-૪૬ આરોપીઓને પ્રથમ ડોઝ તેમજ પાકા કામના- ૨ અને કાચા કામના-૬૯ કેદી-આરોપીઓને બીજો ડોઝ એમ મળીને કુલ-૧૧૭ બંદિવાનોને વેકસીન આપવામાં આવી હતી.