મોરબી : મોરબીમાં ગુર્જર સુતાર જ્ઞાતિ અને વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ દ્વારા કોરોના વેક્સીનેસન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી ખાતે ગુર્જર સુતાર જ્ઞાતિ અને વિશ્વકર્મા સોશિયલ ગ્રુપના સહકારથી કોરોના વેક્સિનેશનનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા કલેકટર, આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ગુણવંતભાઈ, નરેશભાઈ, ગીરીશભાઈ, સુનિલભાઈ, ધર્મેન્દ્રભાઈ અને રાજુભાઇએ સક્રિય સહયોગ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત બંને આયોજકો દ્વારા આ અગાઉ પણ ૬ એપ્રિલના રોજ કોરોના વેકેશન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..