મોરબી : મોરબીમાં કોરોનાને નાથવા વેકસીનેશન સઘન બનાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આગામી તા.13 ને ગુરુવારના રોજ ધક્કાવાળી મેલડીમા મંદિરે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી 45 વર્ષથી ઉપરના તમામ લોકો માટે કોવિડ વેકસીનેશન કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. જેમાં વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવશે.