મોરબી : મોરબીના સોખડા કિશનગઢ ગામમાં રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં આરોગ્ય સમિતિ દ્વારા આપવામાં આવેલ 100 જેટલા વેકસીનના ડોઝ ફાળવવામાં આવતા 100 જેટલા ભાઈઓ અને બહેનોએ કોરોના સામે કવચ સમાન વેકસીન મુકાવી હતી. આ તકે લાભાર્થી ગ્રામજનો દ્વારા મોરબી તાલુકાના છેવાડાના ગામમાં રસીકરણ સ્લોટ ફાળવવા બદલ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, જિલ્લા આરોગ્ય અધિકારી અને પી.એચ.સી. ભરતનગરનો આભાર માન્યો હતો.