મોરબી : મોરબી જિલ્લામાં વેકસીનેશનને જાણે બ્રેક મારવામાં આવી હોય તેમ આવતીકાલે મંગળવારે માત્ર 4 સ્થળોએ જ વેકસીનેશન ગોઠવવામાં આવ્યું છે. અને માત્ર 380 ડોઝ જ ફાળવવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્ડ મોદીના જન્મદિવસે મેગા વેકસીનેશન કરીને વિક્રમજનક કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ વેકસીનેશન ઉપર જાણે બ્રેક લગાવાઈ હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે માત્ર 4 સ્થળો ઉપર જ વેકસીનેશન ગોઠવવામાં આવ્યું છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં 110 ડોઝ, વાંકાનેર એસડીએચમાં 120 ડોઝ અને માળિયાના ખાખરેચી આરોગ્ય કેન્દ્રમાં 70 ડોઝ તથા હળવદ એસડીએચમાં 60 ડોઝ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ગઈકાલે રાજકોટથી વેકસીનનો જથ્થો મોડો આવવાનો છે. જેને પગલે ઓછા સ્થળે કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. વધુમાં આરોગ્ય વિભાગે વેકસીનના પૂરતા ડોઝ આવ્યા બાદ મોડે સુધી કેમ્પ ચાલુ રાખવાની પણ તૈયારી દર્શાવી છે.