આજે મોરબી જિલ્લામાં કુલ 7,512 લોકોનું વેકસીનેશન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં હમણાંથી કોરોના વેકસીનેશન વધુને વધુ ઝડપી બનાવીને દરરોજ મેગા વેકસીનેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં કાલે શુક્રવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 150 સ્થળે વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આ 150 સ્થળોએ વેકસીનેશન માટે કુલ 11940 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આજે મોરબી જિલ્લામાં કુલ 7512 લોકોનું વેકસીનેશન કરાયું હતું. મોરબી જિલ્લામાં હવે વેકસીનેશન ખૂબ ઝડપી બનાવવાના આરોગ્ય તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેથી વેકસીનેશનની પ્રક્રિયામાં ઘણી જ ગતિ આવી છે. ખાસ કરીને હમણાંથી વધુ ડોઝ ફાળવતા હોવાથી સ્થળો પણ વધારી દેવામાં આવ્યા છે. જન્માષ્ટમી પછી વેકસીનેશનના ડોઝ ઘણા વધી જતાં વેકસીનેશનનું સ્તર ઘણું જ ઊંચું આવ્યું છે. હવે સ્થળો પણ ઘણા જ વધી ગયા છે. જેમાં આવતીકાલે શુક્રવારે મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે કોવીશિલ્ડ અને કોવેકસીન મળીને કુલ 11940 ડોઝ ફાળવાયા છે. મોરબી જિલ્લામાં આવતીકાલે 150 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં 142 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં 45 પ્લસમાં 1634 અને 18 પ્લસમાં 5866 અને ખાનગીમાં 12 મળીને કુલ 7512 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જો કે હવે વેકસીનેશનમાં વારો ન આવતો હોવાની કડાફૂટે પીછો છોડ્યો છે અને લોકોમાં પણ વેકસીનેશન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..