આજે શનિવારે જિલ્લાના 35 સ્થળોએ કુલ 9135 લોકોનું વેકસીનેશન કરાયુ મોરબી : મોરબી જિલ્લામાં આજે 8500 રસી ડોઝ ફાળવ્યો હોવા છતાં મોરબી સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોબાળો મચી ગયો હતો. 8500 રસી ડોઝ ફાળવ્યો હોવા છતાં કટોકટી સર્જાઈ હતી. તેમ છતાં પણ આવતીકાલના વેકસીનેશન માટે ફરી ડોઝ ઘટાડી દેવામાં આવ્યો છે અને આવતીકાલ માટે માત્ર 3800 ડોઝ ફાળવતા મોરબી જિલ્લાના 35 સ્થળે રસીકરણ શક્ય બનશે. મોરબી જિલ્લામાં વેકસીન ઓછા ફાળવવાની રામાયણ વચ્ચે આવતીકાલ રવિવારે રસીકરણ માટે માત્ર 3800 રસીનો ડોઝ ફાળવી દેવામાં આવ્યો છે. આથી મોરબી જિલ્લામાં 35 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના 13, ટંકારાના 4, વાંકાનેરના 9, માળીયાના 3 અને હળવદના 6 મળીને જિલ્લાના કુલ 35 સ્થળોએ આવતીકાલે વેકસીનેશન કરાશે. જેમાં આવતીકાલે મોરબી સિવિલ હોસ્પિટલ, વાંકાનેર અને હળવદની સરકારી હોસ્પિટલમાં રસીકરણ ચાલુ રહેશે. જ્યારે આજે શનિવારે જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 45 પલ્સમાં 3073, 18 પલ્સમાં 5758 અને ખાનગીમાં 104 મળીને કુલ 9135 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જો કે, આજે ઘણા સ્થળોએ ડોઝ ઓછા મળતા વારો આવે ત્યારે રસી ખલાસ થઈ જવાથી અનેક લોકોને ધરમધક્કા થયા હતા. તેમાંય સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એની સામે ડોઝ નજીવો હોવાથી બબાલ થઈ હતી. ત્યારે આવતીકાલ માટે ઓછા ડોઝ હોવાથી લોકોની મુશ્કેલી યથાવત રહેશે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw