મોરબી: કોરોનાને નાથવા જિલ્લાભરમાં સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં રસીકરણની કામગીરી થઇ રહી છે.ત્યારે આવતીકાલે મંગળવારે અલગ-અલગ 215 સ્થળોએ વેક્સિન આપવામાં આવશે. જે અંતર્ગત મોરબી તાલુકામાં 57,માળીયા તાલુકામાં 19, વાંકાનેર તાલુકામાં 63, ટંકારા તાલુકામાં 29 તેમજ હળવદ તાલુકામાં 47 સ્થળે રસીકરણ કેમ્પ યોજાશે. રસી લેવામાં બાકી તમામ લોકોને આ કેમ્પમાં વેક્સિન મુકાવી લેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.