મોરબી:જિલ્લાભરમાં કોરોનાને નાથવા દિનપ્રતિદિન સઘન વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત આવતીકાલે મંગળવારે જિલ્લાના અલગ-અલગ 122 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનેશન ડ્રાઈવમાં મોરબી તાલુકાના 48, માળીયા તાલુકાના 9, વાંકાનેર તાલુકાના 32, ટંકારા તાલુકાના 13 અને હળવદ તાલુકાના અલગ-અલગ 20 સ્થળોનો સમાવેશ કરાયો છે. રસી લેવામાં બાકી તમામ લોકોને રસી લઈ લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. આવતીકાલના કેમ્પમાં કોવિશિલ્ડના 12250 તેમજ કોવેક્સીનના 1750 ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.