જિલ્લામાં આજે 3295 લોકોનું વેકસીનેશન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે રવિવારે 84 સ્થળોએ વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેના માટે 6490 ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. આમ હવે વધુ સ્થળોએ રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવતા વધુમાં વધુ લોકો તેનો લાભ લઇ શકશે.જ્યારે મોરબી જિલ્લામાં આજે 3295 લોકોનું વેકસીનેશન કરાયું હતું. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આવતીકાલે જિલ્લામાં 84 સ્થળોએ વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. આ તમામ સ્થળો માટે કુલ 6490 ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેમાં કોવિશિલ્ડના 5770 અને 720 કોવેકસીનના ડોઝનો સમાવેશ થાય છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પ્લસમાં 780 અને 18 પ્લસમાં 2493 તેમજ ખાનગીમાં 22 મળીને કુલ 3296 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..