આજે જિલ્લામાં કુલ 6234 લોકોનું વેકસીનેશન મોરબી : મોરબી જિલ્લામાં ફરી વેકસીનેશન માટે ડોઝ ઘટાડી દેવામાં આવ્યા છે અને માત્ર 6 હજારની આસપાસ ડોઝ કરી નાખવામાં આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં કાલે 46 સ્થળોએ વેકસીનેશન માટે 6440 ડોઝ ફાળવાયા છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં કુલ 6234 લોકોનું વેકસીનેશન થયું હતું. મોરબી જિલ્લામાં રક્ષાબંધનની રજા પછી ફરી વેકસીનેશન માટે ડોઝ ઓછા કરી દેવામાં આવ્યા છે. જેમાં માત્ર 6 હજારની આસપાસ જ ડોઝ થઈ જતા વેકસીનેશનના સ્થળ પણ ઘટી ગયા છે અને વેકસીનેશનમાં પણ ઘટાડો થયો છે. 6 હજાર આસપાસના ડોઝ વચ્ચે આજે મોરબી જિલ્લામાં વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને દિવસના અંતે આજે મોરબી જિલ્લામાં 45 પલ્સમાં 1771 અને 18 પલ્સમાં 4453 તેમજ ખાનગીમાં 10 મળીને કુલ 6234 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આવતીકાલે મોરબી જિલ્લામાં 46 સ્થળે વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના 23 સ્થળો, ટંકારા તાલુકાના 4 સ્થળો, માળીયા તાલુકાના 3 સ્થળો, વાંકાનેર તાલુકાના 9 સ્થળો અને હળવદ તાલુકાના 7 સ્થળોનો સમાવેશ થાય છે. આ વેકસીનેશન માટે 6440 ડોઝ ફાળવાયા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..