જિલ્લામાં આજે 16244 લોકોને વેકસીન અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે શુક્રવારે 43 સ્થળો ઉપર વેકસીનેશન કેમ્પ યોજવામાં આવનાર છે. જેના માટે 16244 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ કેમ્પમાં બાકી હોય તેવા નાગરિકોને વેકસીન લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરીને તેજ બનાવવામાં આવી છે. આજે જિલ્લામાં 45થી વધુ ઉપરના 3575 લોકો, 18થી 44 વયના 12662 લોકો તથા ખાનગી હોસ્પિટલમાં 7 લોકોને મળી કુલ 16244 લોકોને વેકસીન આપવામાં આવી હતી. હવે આવતીકાલે શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા 43 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે 6220 ડોઝ ફાળવવામાં આવ્યા છે.