મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે બુધવારે 91 સ્થળોએ વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેના માટે 5960 ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. જેનો વધુમાં વધુ સંખ્યામાં લાભ લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે આવતીકાલે બુધવારે જિલ્લામાં 91 સ્થળોએ વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. આ તમામ સ્થળો માટે કુલ 5960 ડોઝ ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે વેકસીનનો જથ્થો મોડો આવ્યો હોય રાત્રીના 9 વાગ્યા સુધી વેકસીનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..