મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે શનિવારે 154 સ્થળોએ વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા 18890 જેટલા ડોઝ ઉપલબ્ધ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની ઝુંબેશને સઘન બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ પણ મોટી સંખ્યામાં ડોઝનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. જેના પગલે આજે જિલ્લામાં 45થી વધુ વર્ષના 1215, 18થી 44 વર્ષના 3767 તેમજ ખાનગી હોસ્પિટલમાં 7 મળી કુલ 4989 લોકોએ વેકસીનનો ડોઝ લીધો હતો. હવે આવતીકાલ માટે પણ જિલ્લા આરોગ્ય તંત્રએ 154 સ્થળોએ વેકસીનેશન કેમ્પ યોજવાનું આયોજન કર્યું છે. જેના માટે 18890 ડોઝ પણ ફાળવવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.