પાંજરાપોળે સહયોગ આપનાર દાતાઓ અને સંસ્થાઓ આભાર માન્યો મોરબી : મોરબી પાંજરાપોળ ગૌશાળા દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે એક જ દિવસમાં રૂ. 51,44,331 જેટલી માતબર ધનરાશિ એકઠી કરવામાં આવી છે. આમ, મોરબીવાસીઓએ ઉત્તરાયણે દાનની સરવાણી વહાવી ગૌપ્રેમનો પરિચય આપ્યો છે. મોરબી પાંજરાપોળની સ્થાપના મોરબીના મહારાજાએ 270 વર્ષ પહેલા કરેલ છે. જેના ત્રણ જગ્યાએ તેના વંડા અને શેડ છે. મોરબીમાં લીલાપર રોડ, રફાળેશ્વર ગામે અને મકનસર વીડ આ ત્રણેય જગ્યાઓમાં ગૌવંશ ગાય, વાછડા, બળદ, સાંઢ મળીને આશરે પાંચ હજાર જેટલા ગૌવંશ પશુઓને આશરો આપવામાં આવે છે. ગત તારીખ 14ને મકરસંક્રાતિ પર્વના દિવસે મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ તરફથી દાનભેટ સ્વીકારવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં 33 જેટલા સ્ટોલ ઉભા કરીને મોરબી શહેરની જુદી જુદી સેવાભાવી મંડળીઓ મારફત દાનભેટ આપવા માટે અપીલ કરવામાં આવેલ છે. તેમાં મુખ્યત્વે બજરંગ મંડળ એ કાર્ય કરેલ છે. આ કામ માટે સવારના 8 કલાકથી સાંજે 6 કલાક સુધી ખડેપગે ઉભા રહીને સેવાધારી – ગૌપ્રેમી વ્યકિતઓ દાન-ભેટ માટે અપીલ કરતા હોય છે. આ અપીલના પરિપાક રૂપે 33 સ્ટોલમાંથી એક જ દિવસમાં મકર સંક્રાતિના પર્વને દિવસે મોરબીના શહેરીજનો તરફથી રૂ. 51,44,331નું માતબર જંગીદાન મળેલ છે. તે માટે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા આ પુણ્યના કાર્યમાં સહયોગ આપનાર દાતાઓ, સંસ્થાઓ, સેવાભાવી વ્યકિતઓ અને મીડીયાનો આભાર માનવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..