મોરબી : ગઈકાલે લાયન્સ ક્લબ મોરબી સિટી, સત્યેશ્વર મહાદેવ સેવકગણ તેમજ ચિત્રા હનુમાનજી ધૂનમંડળ દ્વારા કોવિડ સેફટી પ્રોડક્ટ મેલામાં કોરોના સામે સેફટી પ્રોડક્ટ જેવી કે નાશ મશીન, દરેક પ્રકારના માસ્ક, હેન્ડ વૉશ, જેવી બધી જ વસ્તુ બજારના હોલ સેલ ભાવ કરતા 40 થી 50% નીચા ભાવે લોકો સુધી પહોંચાડવા માટે રાહતદરે વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20,000 માસ્ક, 1300 નાશ મશીન, 100 નંગ હેન્ડવૉશ એકદમ રાહત દરે વેચાણ કરેલ હતું. જેના માટે સમાજમાંથી તેમજ કલબના પૂર્વ પ્રમુખ MJF રમેશભાઈ રૂપાલા તેમજ કલબના દાતા વશરામભાઇ ચીખલીયા (નિવૃત સેલટેક્સ અધિકારી) તેમજ ક્લબના દરેક પ્રોજેક્ટમાં ચિત્રાહનુમાનજી ધૂનમંડળ તરફથી આર્થિક યોગદાન મળેલ છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ અમૃતલાલ સુરાણી, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ટી. સી. ફૂલતરીયા તેમજ સર્વે લાયન્સ ક્લબના સભ્યો, ચિત્રા ધૂન મંડળના સભ્યો, તેમજ સત્યેશ્વર મહાદેવ મંદિરના સેવકોએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate