મોરબી : મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલીનો ઉર્ષ મુબારક તા.8 અને 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. તા.8ને શનીવારના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે. તેમા સાજે 6 કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવશે.તા.9ને સાંજે 6 કલાકે એલાને આમ બે ન્યાજ શરીફ રાખેલ છે. ન્યાજ (મહાપ્રસાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફનો પ્રોગ્રામ રાખવા આવશે. રફીક બાપુ મલંગ (મધ્યપ્રદેશ) પોતાની જોશીલી જુબાન નાત શરીફ ફરમાવશે. ત્યારબાદ રાત્રિના 12 કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે. ત્યાર બાદ રાત્રે 11 કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ જુનેદ સુલતાનીનો કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે. આ મુબારક પ્રસંગે તમામ હિન્દુ - મુસ્લિમ ભાઈઓ તથા બહેનોને આ શાનદાર જલાશામા પધારવા દરગાહના ખાદીમ રજાકબાપુએ યાદીમાં જણાવ્યુ છે.