નાયબ મુખ્યમંત્રીને બે વર્ષ જૂનો વાયદો યાદ કરાવતા જિલ્લા પંચાયતના હોદ્દેદાર મોરબી : મોરબી જિલ્લામાં મેડિકલ કોલેજ મંજુર કરવામાં આવી છે અને જમીનની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે નાયબ મુખ્યમંત્રીને તાકીદે મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ કરવા જૂનો વાયદો યાદ કરાવ્યો છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત પત્ર પાઠવી જણાવ્યું છે કે, તા.૧૪/૧૨/૦૨૦૨૦ ના રોજ મોરબી જીલ્લામાં મેડીકલ કોલેજ બનાવવા અંગેની ખુબજ મહત્વ પુર્ણ જાહેરાત કરવામાં આવેલ. જે બદલ સમગ્ર મોરબી જીલ્લા વતી આભારી વ્યક્ત કરી હાલમાં મોરબી જીલ્લામાં મેડીકલ કોલેજ બનાવવા માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવેલ છે. તો કોરોનાની પરિસ્થિતીને તેમજ મોરબી જીલ્લાના ભવિષ્યને ધ્યાનમાં લઇ તાત્કાલીક મેડીકલ કોલેજનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.